રહેતો ના તું બે, રહેવા ના દેતો તું બે, તું એક થઈ જા, તું એક થઈ જા
રહેશે જ્યાં બે, ના એક થશે બે, એક દિન જીવનમાં એ તો ટકરાવાના - તું...
થાશે ના વૃત્તિ જ્યાં એક જીવનમાં, દ્વિધા ઊભી થાશે જીવનમાં, ના ક્યાંયના રહેવાના - તું...
સમાવી દે પ્રભુને તો તુજમાં, કાં પ્રભુમાં તો તું લીન થઈ જા - તું...
નથી શક્તિ કાંઈ જુદી, એકમાંથી તો ઉદભવી, એમાં તું સમાઈ જા - તું...
મન, બુદ્ધિ ને ભાવોને, રાખ ના એને તો જુદા, તું એને એક કરતો જા - તું...
એક એક કરતા, એકમાં ભેળવી, તું એક થાતો જા, તું એક થાતો જા - તું...
અંધારા ને અજવાળા, રહેશે ના સાથે, તું એક કરતો જા, તું એક કરતો જા - તું...
એક એક છોડી, એક ગ્રહણ કરતો જા, એકમાં તું એક બનતો જા - તું...
એક વિના આવે ના અંત બે નો, એ એકને શરણે તો તું જા - તું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)