રહે છે જગમાં સહુ કરતા ને કરતા તો ભેગું ને ભેગું
શીખે ના જલદી કોઈ તો જીવનમાં, કેમ ત્યજી દેવું
સાચું ને ખોટું, રહે કરતા તો ભેગું, બને મુશ્કેલ એમાંથી શું ત્યજી દેવું
કરો તો ભેગું, થાતા કામ એ પૂરું, બને નકામું, પડશે એને તો ત્યજી દેવું
એક દિન તન તો તારું બનશે નકામું, પડશે એને ભી તો ત્યજી દેવું
નકામા ને નકામા વધી જાશે ઢગલાં, છુપાઈ જાશે એમાં તો સાચું
સંઘરવાની વૃત્તિઓ પર તો તારા, પડશે તારે ને તારે મેળવવો તો કાબૂ
સાચા ને ખોટા ગુણો, રહ્યો છે સંઘરતો, બને છે મુશ્કેલ સારું તો ગોતવું
બનવું છે જ્યાં સારું, પડશે જીવનમાંથી ગોતીને ખોટું, એને તો છોડવું
છે ઉદ્દેશ તારો, પ્રભુની મંઝિલનો, પડશે તારે માયાને જીવનમાંથી છોડવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)