Hymn No. 3582 | Date: 18-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-18
1991-12-18
1991-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15571
અનુભવી, પહોંચાડ અનુભવના તો દ્વાર સુધી, લઈ અનુભવ બની જાજે તું તો અનુભવી
અનુભવી, પહોંચાડ અનુભવના તો દ્વાર સુધી, લઈ અનુભવ બની જાજે તું તો અનુભવી શું છે ને શું નથી ત્યાં, એ કહેવાશે નહિ, તારા અનુભવ વિના, બીજું ત્યાં કાંઈ હશે નહિ ભાન તનનું તારું ત્યાં રહેશે નહિ, અણુંએ અણુ નહાશે તારા, જ્યાં અનુભવ મહીં વિસરાશે ત્યાં તો જગ સારું, અનુભવ વિના બીજું કાંઈ હશે નહિ કહીશ કે તું કહેશે કોને, અનુભવને અનુભવી વિના બીજું હશે નહિ જાશે જ્યાં તું અનુભવમાં લીન બની, અનુભવ વિના, બીજી હસ્તી હશે નહિ હશે ના ભાષા ત્યાં કોઈ બીજી, બનાવી દેશે અનુભવ તો અનુભવી તારા વિના હશે ના ત્યાં કોઈ બીજું, લેજે અનુભવ તો લીન બની ભાવો બીજા જવાશે ત્યાં તો ભૂલી, વહેવા માંડશે ધારા અનુભવની હૈયાં મહીં મન, ચિત્ત થાશે સ્થિર તો નહી, નહાશે જ્યાં તું અનુભવ મહીં હશે ના ત્યાં કોઈ તારું કે, હશે ના ત્યાં કોઈ મન કે ચિત્ત મહીં અનુભવ એવા અનુભવાશે, હશે ના જે મનને ચિત્ત મહીં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anubhavi, pahonchada anubhavana to dwaar sudhi, lai anubhava bani jaje tu to anubhavi
shu che ne shu nathi tyam, e kahevashe nahi, taara anubhava vina, biju tya kai hashe nahi
bhaan tananum to taaru tav nahias rahume
visarashe tya to jaag sarum, anubhava veena biju kai hashe nahi
kahisha ke tu kaheshe kone, anubhavane anubhavi veena biju hashe nahi
jaashe jya tu anubhavamam leen bani, anubhava vina, biji hasti hashe to biju
hasheyubai, biji hasti hashe to biju hasheyubt ko
taara veena hashe na tya koi bijum, leje anubhava to leen bani
bhavo beej javashe tya to bhuli, vaheva mandashe dhara anubhavani haiyam mahim
mana, chitt thashe sthir to nahi, nahashe jya tu anubhava mahim
hashe na tya koi taaru ke, hashe na tya koi mann ke chitt mahim
anubhava eva anubhavashe, hashe na je mann ne chitt mahim
|