Hymn No. 3584 | Date: 19-Dec-1991
|
|
Text Size |
 |
 |
થાક્યો નથી શું તું, કરતા ને કરતા જાત્રાઓ, જાત્રાઓ તારી ચાલુ ને ચાલુ છે રહ્યો છે એ તો તું કરતો ને કરતો, ના અંત એનો હજી તો આવ્યો છે રહ્યો છે મુકામ તું, બદલતો ને બદલતો, છે ચાલુ, ના અંત એનો આવ્યો છે થઈ છે શરૂ, પડયો વિખૂટો તું પ્રભુથી, અંત એમાં એનો તો આવવાનો છે મળ્યા તને સાથ ને સાથીદારો, એમાં બંધાતો તો તું શાને રહ્યો છે છે આજ તું એક સંજોગોમાં, કાલ છોડી એને, તું તો જવાનો છે કરવી નથી જાણે તારે તો એ પૂરી, એવી રીતે તો તું વર્તી રહ્યો છે યત્નો ને યત્નો, રાખ્યા ને રાખે અધૂરા, માયાની પાછળ દોડતો રહ્યો છે પ્રભુમાં ભળ્યા વિના, ના આવશે અંત એનો, ઢીલ શાને તું કરી રહ્યો છે કરવી પડશે તારેને તારે તો પૂરી, ઉદાસ જીવનમાં શાને એમાં રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|