થાશે સહન તારાથી તો જેટલું, કરીશ સહન તું તો એટલું
થાશે ના સહન, જીવનમાં તારાથી તો જ્યારે (2)
પકડીશ ચરણ તું તો પ્રભુના, જીવનમાં તો ત્યારે (2)
મળે સફળતા ને સફળતા તો જીવનમાં, વિસરશે પ્રભુને તું તો ત્યારે
પડીશ નિરાશાની ઊંડી ખાઈમાં તું તો જ્યારે - પકડીશ...
મળ્યું જીવનમાં તને તો જે, રહ્યો ના સંતોષ એમાં તો જ્યારે - પકડીશ...
રોકી ના શકીશ મેળવવા જીવવનમાં વધુ, તારી ઇચ્છાઓને જ્યારે -પકડીશ...
રોગ, દર્દથી જઈશ જ્યાં ઘેરાઈ, મળશે ના માર્ગ એમાં તો જ્યારે -પકડીશ...
સાથ ને સાથીદારો જાશે છૂટતાં, વર્તાશે એકલતા જીવનમાં તો જ્યારે -પકડીશ...
જ્ઞાન, વૈરાગ્ય સ્થિર થાશે જ્યાં હૈયે, જીવનમાં તારા તો જ્યારે -પકડીશ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)