કોણ સમજાવ્યા જગમાં તો સમજ્યા છે, જ્યાં અહંના તેજે અંજાયા છે
જગમાં જ્યાં-ત્યાં એમાં એ તો ભટક્યા છે, જ્યાં આંખે અંધારા એના છવાયા છે
કોણ અટકાવ્યા જગમાં તો અટક્યા છે, જ્યાં લોભ-લાલચના પૂરમાં તણાયા છે
કરવાનું જગમાં એ તો ભૂલતા રહ્યા છે, ના કરવાનું એ તો કરતાં રહ્યાં છે
કોણ બચાવ્યા જગમાં જલદી બચ્યા છે, જ્યાં ક્રોધ ને ઈર્ષામાં જલતાં રહ્યાં છે
જ્યાં પહોંચવાનું તો ના ત્યાં પહોંચ્યા છે, ખુદ જલ્યા ને અન્યને જલાવતા રહ્યાં છે
કોણ કામના બાણથી જગમાં બચ્યા છે, ઘાયલ એમાં તો થાતા રહ્યાં છે
વિવેક એમાં તો ચૂકતા રહ્યા છે, મુસિબતો જીવનમાં ઊભી કરતા રહ્યાં છે
કોણ મોહ-માયાની નિંદ્રામાં બચ્યા છે, એના ઘેનમાં સહુ ડૂબતાં રહ્યાં છે
ના જલદી એને તો ત્યજી શક્યા છે, પ્રભુ કૃપાના દ્વાર બંધ એ કરતાં રહ્યાં છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)