આવી જાય છે પ્રસંગો જીવનમાં રે એવાં, જાગી જાય છે પળો જીવનમાં એવી
બની જાય મુશ્કેલ કહેવું, થઈ જીત એમાં કોની, કે થઈ હાર એમાં કોની
આવી જાય કે જાગી જાય પળો પ્રેમના પરિપાકની, લાગે થઈ જીત ત્યાં પ્રેમની
ગણવી કે સમજવી જીત એ પ્રેમની, કે સમાયેલ એમાં કોઈ છુપા ત્યાગની
સફળતા ને નિષ્ફળતાની હારો મળે, જોવા કે જીવનમાં એ તો અનુભવવા
સમજાય ના ત્યારે કદી, હતી એ હાર, યત્નોના અભાવની કે હતી ભાગ્યની યાદી
મળે ફળ યત્નોનું કદી મોડું કે કદી જલદી, સમજાય ના હતી જીત એમાં કોની
હતી શું એ જીત ખાલી યત્નોની, કે હતી એમાં શક્તિ ધીરજની તો ભરી
અંધકાર પથરાય જ્યારે જીવનમાં, સમજાય કારણ એનું તો જલદી
હતો પડછાયો શું એ કોઈ કર્મનો, હતી યત્નોની ખામી, કે હતી જીવનમાં એની વારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)