ચોર છે અજબ આ જગમાં, ચિત્ત મારું એ ચોરી ગઈ
ખાલી કરી ગઈ મુજને, પણ ઘણું એ દઈ ગઈ
દેશો જો પ્રેમથી બે હાથે, હજાર હાથે એ વાળી દેતી
પ્રેમ જો બાંધશો સાચો એનાથી, નિભાવી ખૂબ જાણતી
વિશ્વાસે રહેતા જે એના, પોતાના કરીને એ રાખતી
ભૂલો કરી હશે ઘણી, માફી સર્વને એ આપતી
ચોરની જેમ છુપાઈને, સર્વને રમત ખૂબ એ રમાડતી
રમતમાં થાકતા એ પ્રેમથી ખોળલે ખેલાવતી
રાય કે રંક, નર કે નારીના ભેદ, એ નવ રાખતી
પ્રેમથી એની પાસે જાતાં, પ્રેમથી સૌને સત્કારતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)