છે પ્રભુ તુજથી અજાણ્યા, બેઠો રહીશ કહેતો જીવનમાં આ તું
મળશે પ્રભુ જીવનમાં, તને તો ક્યાંથી (2)
મળતાં નથી જીવનમાં એ તો, ગોતીશ ના એમ કહીને તું – મળશે…
છોડવું નથી કાંઈ, કે ત્યજવું નથી કાંઈ, મેળવવા જીવનમાં તો એને – મળશે…
સહી નિષ્ફળતા, દઈશ યત્નો છોડી, મળશે સફળતા ક્યાંથી – મળશે…
રહેતો ને રહેતો રહીશ, તારા પ્રયાસો ને જીવનમાં બેધ્યાન સદા – મળશે…
જીવનમાં, દુઃખદર્દમાં, જઈશ સરકી જો તું ઘોર નિરાશામાં – મળશે…
કરી કરી ખોટા વિચારો જીવનમાં, જઈશ ડૂબી જો તું શંકામાં – મળશે…
યત્નો વીસરી, આશા રાખી, રહીશ ડૂબતો જો તું અંધારામાં – મળશે…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)