અભિમાનના ત્રાજવે તોલાશે જો પ્રસંગો જીવનના, સાર નીકળશે એમાં ક્યાંથી
લેવાશે નિર્ણયો ક્રોધમાં જો જીવનમાં, જીવનમાં પામશો એમાં ક્યાંથી - સાર...
તોલવા બેસશો પ્રસંગો જો લોભના ત્રાજવે, સત્ય એમાં પામશો ક્યાંથી - સાર...
તોલશો પ્રેમને જ્યાં લાભના ત્રાજવે, સુગંધ એની જીવનમાં પામશો ક્યાંથી - સાર...
ગૂંથતા ને ગૂંથતા જાશો વ્યવહારને જીવનમાં, મુક્તિ જીવનમાં પામશો ક્યાંથી - સાર...
જોશો જીવનને જ્યાં કાળા કાચમાંથી, સાચું એમાંથી દેખાશે તો ક્યાંથી - સાર...
મિટાવ્યા વિના ખારાશ તો હૈયામાંથી, મીઠાશ પ્રેમની તો પામશો ક્યાંથી - સાર...
ભૂલી વિવેક તોલશો જ્યાં હર ચીજને, યોગ્ય મૂલવી શકશો ક્યાંથી - સાર...
તોલશો જ્યાં તર્કથી, શ્રદ્ધા ને ભાવો જીવનમાં, મળશે રસકસ એમાં ક્યાંથી - સાર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)