સૃષ્ટિ સર્જી સર્જનહારે, એ સૃષ્ટિમાં રહ્યો છે તું
સર્જીને સૃષ્ટિ તારી તો એવી, બની જાજે, ભગવાન એનો તો તું
સર્જી હશે તેં તો જેવી, હશે એ તો એવી, કરજે ના ફરિયાદ એની તું
સુખદુઃખ ભી હશે એની અંદર, તણાઈ ન જાતો એમાં તો તું
સર્જન એનું ને મિટાવવી એને, હશે હાથમાં તારા, જોઈએ બીજું તને તો શું
જાતો ના ભૂલી, છે કર્તા તું એનો, છે જવાબદાર એનો તો તું
છે હાથમાં તારા ચાવી એની, ફેરવજે તને જોઈએ એવી, કરજે એ તો તું
ચાલે ના એમાં કાંઈ બીજાનું, થાશે ને કરજે, ધાર્યું તારું તો તું
હશે ભગવાન જ્યાં તું એનો, કરીશ ફરિયાદ એની કોની પાસે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)