સનાતન એ તો સત્ય, સત્ય એ તો ધરમ છે
જીવનમાં કંઈક તો ફરજ છે, ફરજ એ તો ધરમ છે
માનવ માનવ પ્રત્યેની ફરજ છે, ફરજ એ તો ધરમ છે
પડોશીની પડોશી પ્રત્યે ફરજ છે, એ એનો ધરમ છે
માતપિતાની સંતાનો પ્રત્યે, સંતાનોની માતપિતા પ્રત્યે ફરજ છે – ફરજ…
માલિકની નોકર પ્રત્યે, નોકરની માલિક પ્રત્યે ફરજ છે - ફરજ...
મિત્રની મિત્ર પ્રત્યે, ગુરુની શિષ્ય પ્રત્યે, શિષ્યની ગુરુ પ્રત્યે ફરજ છે - ફરજ...
પતિની પત્ની પ્રત્યે, પત્નીની પતિ પ્રત્યે ફરજ છે - ફરજ...
ભાઈની ભાઈ પ્રત્યે, બેનની બેન પ્રત્યે, ભાઈ બેનની અન્યોન્ય ફરજ છે - ફરજ...
માનવની ઘર પ્રત્યે, ઘરની ગામ પ્રત્યે, ગામની રાષ્ટ્ર પ્રત્યે ફરજ છે - ફરજ...
જીવનમાં માનવ અનેક ફરજથી તો બંધાયેલો છે - ફરજ...
છે હરેક જીવની પ્રભુ પ્રત્યે ફરજ, ના મુક્ત એ એમાંથી છે - ફરજ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)