1992-01-20
1992-01-20
1992-01-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15626
છેતરતો ને છેતરતો રહ્યો છે મને, તું રે પ્રભુ, છેતરતો હું તો જાઉં છું

મૃગજળ જેવું તેં સુખ બનાવ્યું, પાછળ પાછળ એની, હું દોડતો જાઉં છું
સમજાયે કદી, કરે છે તું બધું પળભરમાં, વિસરતો એ તો જાઉં છું
આશા ને આશામાં રહ્યો છું બંધાતો, ભાર જીવનમાં ખેંચતો હું તો જાઉં છું
સમજુ નથી કોઈ જગમાં મારા, મારાને મારા, તોયે ગણતો જાઉં છું
રહ્યો છું ભૂલો કરતો ભૂલીને ભૂલો, ભૂલો ને ભૂલો કરતો હું જાઉં છું
સવાર પડે, તોયે ના જાગ્યો, રાહ સવારની રોજ હું જો તો જાઉં છું
જોઈએ છે પ્રેમ તો જીવનમાં, તોયે વેર જીવનમાં બાંધતો જાઉં છું
જાણું તોયે ભૂલું હું તો જીવનમાં, વિવેક હું તો વિસરતે જાઉં છું
કરું છું કોશિશ રોજ સુધરવા, રોજ ને રોજ બગડતો હું તો જાઉં છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chētaratō nē chētaratō rahyō chē manē, tuṁ rē prabhu, chētaratō huṁ tō jāuṁ chuṁ
mr̥gajala jēvuṁ tēṁ sukha banāvyuṁ, pāchala pāchala ēnī, huṁ dōḍatō jāuṁ chuṁ
samajāyē kadī, karē chē tuṁ badhuṁ palabharamāṁ, visaratō ē tō jāuṁ chuṁ
āśā nē āśāmāṁ rahyō chuṁ baṁdhātō, bhāra jīvanamāṁ khēṁcatō huṁ tō jāuṁ chuṁ
samaju nathī kōī jagamāṁ mārā, mārānē mārā, tōyē gaṇatō jāuṁ chuṁ
rahyō chuṁ bhūlō karatō bhūlīnē bhūlō, bhūlō nē bhūlō karatō huṁ jāuṁ chuṁ
savāra paḍē, tōyē nā jāgyō, rāha savāranī rōja huṁ jō tō jāuṁ chuṁ
jōīē chē prēma tō jīvanamāṁ, tōyē vēra jīvanamāṁ bāṁdhatō jāuṁ chuṁ
jāṇuṁ tōyē bhūluṁ huṁ tō jīvanamāṁ, vivēka huṁ tō visaratē jāuṁ chuṁ
karuṁ chuṁ kōśiśa rōja sudharavā, rōja nē rōja bagaḍatō huṁ tō jāuṁ chuṁ
|