Hymn No. 3661 | Date: 02-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-02
1992-02-02
1992-02-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15648
પળભરની ઝલક પ્રભુની, જીવનમાં યાદગાર બની ગઈ
પળભરની ઝલક પ્રભુની, જીવનમાં યાદગાર બની ગઈ સમાઈ ગઈ મુરત હૈયાંમાં જ્યાં એની, પ્યારમાં ચકચૂર કરી ગઈ હવાના અણુએ અણુમાંથી, પ્રભુની તાજગી મળી ગઈ દિશાએ દિશામાંથી, પ્રભુની તો અણસાર મળી ગઈ સુખદુઃખની હસ્તીને જીવનમાં, હૈયેથી તડીપાર કરી ગઈ માયામાં ફરતીને ફરતી દૃષ્ટિને, નવી દૃષ્ટિ મળી ગઈ હરેક ચીજમાંથી, નજર પ્રભુની એમાંથી તો મળતી ગઈ નજરથી નજર મળતાં પ્રભુની, દુનિયા એ તો બદલી ગઈ આનંદના ને આનંદના મોજા, હૈયામાં ઊભી એ કરતી ગઈ આનંદમાં નવરાવીને એવો, જીવન ધન્ય એ તો કરી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
palabharani jalaka prabhuni, jivanamam yadagara bani gai
samai gai murata haiyammam jya eni, pyaramam chakachura kari gai
havan anue anumanthi, prabhu ni tajagi mali gai
dishiae dishamyanamari, prabhu ni to anasara dishamanthi dishamanthi, prabhu ni gai shiethine dishamyanamari, prabhu ni to anasara mali
huara gai, dramiarati gai thine dishamanthi, prabhu ni to anasara mali khadi pha thine, drami
tai phatihine phadi shai thine mali gai
hareka chijamanthi, najar prabhu ni ema thi to malati gai
najarathi najar malta prabhuni, duniya e to badali gai
anandana ne anandana moja, haiya maa ubhi e karti gai
aanand maa navaravine evo, jivan dhanya e to kari gai
|