Hymn No. 3675 | Date: 10-Feb-1992
|
|
Text Size |
 |
 |
લાગી ગયો ધક્કો કર્મનો તો જ્યાં, સંસાર સાગરમાં તું ધકેલાઈ ગયો
Laagi Gayo Dhakko Karmono To Jyaa, Sansaar Sagarma Tu Dhakelai Gaya
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1992-02-10
1992-02-10
1992-02-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15662
લાગી ગયો ધક્કો કર્મનો તો જ્યાં, સંસાર સાગરમાં તું ધકેલાઈ ગયો
લાગી ગયો ધક્કો કર્મનો તો જ્યાં, સંસાર સાગરમાં તું ધકેલાઈ ગયો કદી મોજામાં ઊંચકાયો તું ઊંચે કદી પાછો તળિયે ફેંકાઈ ગયો કદી અટવાઈ વમળોની ઘૂમરીમાં, ક્યાંને ક્યાં તું ઘસડાઈ ગયો તરતાં ને તરતાં કદી તું થાક્યો, વિસામો ના જલદી લઈ શકાયો તારા જેવા કંઈકને જોઈ, રહ્યો મન મનાવી, આશ્વાસન ખોટું લઈ બેઠો સમજી એને ભાગ્ય તો તું તારું, સામર્થ્ય તારું તું ખોઈ બેઠો થાકીશ જ્યાં તું તરવામાં, ડૂબ્યા વિના નથી બીજો તો કોઈ આરો વિશ્વાસે ને યત્નોથી પડશે રહેવું, તરતાં મળશે તો એકવાર કિનારો મળી જાશે તને જો સહારો, મળી જાય જીવનમાં જો સાચો તારનારો મળશે ઝાઝાં જીવનમાં તો ડૂબનારા, છોડી દે એના સહારા, હોય વિચાર તરવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
laagi gayo dhakko karmano to jyam, sansar sagar maa tu dhakelai gayo
kadi mojamam unchakayo tu unche kadi pachho taliye phekaai gayo
kadi atavaai vamaloni ghumarimam, kyanne kya tu ghasadai gayo
taratam ne jakayo kadi tu thakahyo,
taara jeva kamadiane visi tu thakahyo, taara mann manavi, ashvasana khotum lai betho
samaji ene bhagya to tu tarum, samarthya taaru tu khoi betho
thakisha jya tu taravamam, dubya veena nathi bijo to koi aro
vishvase ne yatnothi padashe rahevum,
mal taane jaashe jashe to e jivanamam jo saacho taranaro
malashe jajam jivanamam to dubanara, chhodi de ena sahara, hoy vichaar taravano
|