પાડશો આદત મનને તો જેવી, એવું એ તો કરતું રહેશે
આદતનું જોર તો છે એવું, મજબૂર એમાં એ તો બનતું જાશે
સંકલ્પથી જ્યાં એને નાથ્યું, તારું ધાર્યું એ તો કરતું રહેશે - આદતનું...
પ્રભુમાં જ્યાં એને જોડ્યું, પ્રભુમાં એ તો જાતું ને જાતું રહેશે - આદતનું...
હરવા ને ફરવા જ્યાં એને દીધું, ફેરવતું ને ફેરવતું એ તો રહેશે - આદતનું...
ધાર્યું એને જ્યાં ના કરવા દીધું, કુદાકૂદી ખૂબ એ તો કરશે - આદતનું...
રોજ કરાવશો જ્યાં તમારું ધાર્યું, ધીરે-ધીરે સમજતું એ તો જાશે - આદતનું...
શક્તિનું સ્થાન તો છે પ્રભુ, જોડાતાં એમાં, શક્તિશાળી એ બની જાશે - આદતનું...
શક્તિવંતું એ તો જીવનમાં, નિત્ય એ તો થાતું ને થાતું રહેશે - આદતનું...
પાડી હશે જેવી એને તો આદત, એવું એ તો બનતું રહશે - આદતનું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)