બનવું ને બનવું પડશે, જીવનમાં કંઈક તો બનવું પડશે
બનવું છે કંઈક તો જીવનમાં જ્યારે, સંસ્કારમૂર્તિ જીવનમાં તું બનજે - જીવનમાં...
કંઈક ને કંઈક બનવું છે જ્યારે, સૌજન્યનું પ્રતીક, જીવનમાં તું બનજે - જીવનમાં...
જીવન જીવી જાજે તું એવું, પ્રતીક ધીરજનું જીવનમાં તું બની જાજે - જીવનમાં...
જીવનનું ઘડતર કરજે એવું, વિશ્વાસનું પ્રતીક જીવનમાં બની જાજે - જીવનમાં...
શ્વાસે-શ્વાસે ભક્તિ વણી લેજે, જીવંત ભક્તિની મૂર્તિ તું બની જાજે - જીવનમાં...
વિતાવજે શ્રદ્ધામાં જીવન એવું, શબ્દે-શબ્દે રણકાર શ્રદ્ધાના નીકળે - જીવનમાં...
સદ્દભાવોમાં રત એવો તું રહેજે, સદ્દભાવોનું પ્રતીક તું બની જાજે - જીવનમાં...
અપનાવી વિવેક જીવનમાં, જીવજે એવું, વિવેકની મૂર્તિ તું બની જાજે - જીવનમાં...
જીવનને પ્રેમભર્યું એવું બનાવી દેજે, પ્રેમનું પ્રતીક તો તું બની જાજે - જીવનમાં...
ત્યાગને જીવનમાં તો એવો વણી લેજે, ત્યાગની મૂર્તિ તું બની જાજે - જીવનમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)