Hymn No. 3687 | Date: 15-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-15
1992-02-15
1992-02-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15674
આવે ને જાય સહુ જગમાંથી, સહુ વિના તો જગ ચાલતું રહેશે
આવે ને જાય સહુ જગમાંથી, સહુ વિના તો જગ ચાલતું રહેશે તારા વિના રે, તારા વિના તો, જગ તારું તો ચાલશે નહિ સૂર્ય ને ચંદ્ર છે એની જગ્યાએ, એના વિના પ્રકાશ મળશે નહિ પડયું હશે ધાન ઘણું રે જગમાં, પેટમાં ગયા વિના ચાલશે નહિ સ્વત્વ હશે નહિ જો તારામાં ને તારામાં, તારી પડખે કોઈ ઊભું રહેશે નહિ તારી વાતમાં હશે જો કોઈ ખૂટતી કડી, વાત તારી કોઈ માનશે નહિ કરવા છે મંદિરની મૂર્તિના દર્શન, મંદિરે જયા વિના તો ચાલશે નહિ પડે જરૂરિયાત તો જેની એની પાસે ગયા વિના, કે મેળવ્યા વિના ચાલશે નહિ છે આ શાશ્વત નિયમ તો આ સૃષ્ટિનો, તને બાદ એમાં એ તો રાખશે નહિ પામવા છે પ્રભુને જીવનમાં જ્યાં, એને યાદ કે એનું ધ્યાન ધર્યા વિના ચાલશે નહિ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aave ne jaay sahu jagamanthi, sahu veena to jaag chalatu raheshe
taara veena re, taara veena to, jaag Tarum to chalashe nahi
surya ne chandra Chhe eni jagyae, ena veena Prakasha malashe nahi
padyu hashe dhan ghanu re jagamam, petamam gaya veena chalashe nahi
svatva hashe nahi jo taara maa ne taramam, taari padakhe koi ubhum raheshe nahi
taari vaat maa hashe jo koi khutati kadi, vaat taari koi manashe nahi
karva che mandirani murtina darshana, mandire jaay veena to chalashe nahi
paade jaruriyata to kease melavi enina chalashe nahi
che a shashvat niyam to a srishtino, taane bada ema e to rakhashe nahi
paamva che prabhune jivanamam jyam, ene yaad ke enu dhyaan dharya veena chalashe nahi
|
|