કોઈ દિલ જ્યાં પ્રેમનું પ્રતીક બની ગયું, જીવન એના વિના સૂનું બની ગયું
યાદે-યાદે, યાદ એની તો દેતું રહ્યું, યાદ એની, ધડકનનું અંગ બની ગયું
દિવસ ને રાત, યાદ એની નર્તન કરતું રહ્યું, યાદ એની બળ તો દેતું રહ્યું
કદી સુગંધ એની ફેલાવી ગયું, કદી યાદ એની, વિરહની ગરમી દેતું રહ્યું
દૃષ્ટિએ-દૃષ્ટિએ યાદ ફેલાવી ગયું, મૂર્તિ નજર સામે એની ઉપસાવી રહ્યું
કાને-કાને શબ્દ એના અથડાવતું રહ્યું, મીઠાં સ્પંદન ઊભા એ કરતું ગયું
નફા-તોટાની વાત ભુલાવી એ ગયું, ફનાગીરીની સુગંધ ફેલાવી રહ્યું
હરેક પળ કિંમતી બનાવી ગયું, મિલનની રાહ ઊભી એ તો કરી ગયું
ઊણપ એના વિના ઊભી કરી ગયું, મિલન વિના ના પૂરી બનાવી ગયું
રાહ પ્રભુ ઘણી તેં જોવરાવી, છે વિનંતી તને, મિલન જ્વલંત બનાવી દેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)