Hymn No. 3699 | Date: 21-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-21
1992-02-21
1992-02-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15686
હલેસાં ને હલેસાં મારી નાવડીને, મારતો હું તો જાઉં છું
હલેસાં ને હલેસાં મારી નાવડીને, મારતો હું તો જાઉં છું નજરમાં કિનારાને, તલસતોને તલસતો હું તો જાઉં છું નિરભ્ર વ્યોમની વિશાળતા, હૈયાંમાં પચાવતો હું તો જાઉં છું સમુદ્રના મોજાની રમતોમાં, રમતોને રમતો, હું તો જાઉં છું અફાટ સમુદ્રની એકલતા ને, નિઃસહાયતા અનુભવતો જાઉં છું પ્રભુની સૃષ્ટિને શક્તિનો પરિચય પામતો, હું તો જાઉં છું મોજાથી ઢંકાઈ જતી નજરમાં, ગભરાટ અનુભવતો હું તો જાઉં છું સહજમાં હૈયેથી પ્રભુને, પોકારતો ને પોકારતો હું તો જાઉં છું ગણું યોગદાન એને કર્મનું કે લીલા પ્રભુની, ગણતો હું તો જાઉં છું શુભ ઘડી જાગી જ્યાં જીવનમાં, ફસાઈ માયામાં, ખોતો એને હું તો જાઉં છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
halesam ne halesam maari navadine, marato hu to jau chu
najar maa kinarane, talasatone talasato hu to jau chu
nirabhra vyomani vishalata, haiyammam pachavato hu to jau chu
samudrana mojani ramkalatomam, ramatone ramato chudum ani ramkalatomata, ramatone ramato
ani aphum tohata, ni jhaumato ani aphum
prabhu ni srishtine shaktino parichaya pamato, hu to jau chu
mojathi dhankai jati najaramam, gabharata anubhavato hu to jau chu
sahajamam haiyethi prabhune, pokarato ne pokarato hu to jau chu
ganum hu to jau chu
ganum hu to janu jan jan to jan to jau chu jan to jan ganum yogadana keanum, ganum yogadana ene karmato , phasai mayamam, khoto ene hu to jau chu
|