ભોગ ભૂલના જીવનમાં તો થાવું પડે, ભૂલના ભોગ તો થાવું પડે
કરી ભૂલ, રેખા ઓળંગવાની તો સીતાએ, ભોગ એના તો બનવું પડે
કરી ભૂલ યુધિષ્ઠિરે, જુગાર રમવાની, ભોગ એના તો બનવું પડે
કરી ભૂલ પૃથ્વીરાજે, જીવનમાં ઉદારતાની, ભોગ એના તો બનવું પડે
ઇતિહાસના પાને-પાને છે ભૂલના દાખલા, ભોગ એના તો બનવું પડે
કરી ભૂલો ભલે જીવનમાં ને જીવનમાં, ભૂલો જીવનમાં તો સુધારવી પડે
ગણીશ શિક્ષા એને કે, ભોગ બન્યો તું, ફરક ના એમાં તો કાંઈ પડે
સુધારી ભૂલો જીવનમાં, જીવનમાં તો, આગળ ને આગળ વધવું પડે
રહેજે તૈયાર સદા ભૂલો તો સુધારવા, જીવન જગમાં તો જીવવું પડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)