છૂટતાં ને છૂટતાં રહ્યાં સાથ તો જીવનમાં, ઊભું ના પડખે જીવનમાં કોઈ તારા
વિચારજે જીવનમાં તું તો ત્યારે, કઈ ભૂલ થઈ છે તો તારા જીવનમાં
સુખના સપનાં જોયાં તેં જીવનમાં, પડે ઉઠાવવા જીવનમાં જ્યાં દુઃખના ભારા
વિચારજે જીવનમાં તું તો ત્યારે, ચૂક્યો જીવનમાં તો તું કઈ ગણતરીમાં
હળીમળી રહેવું હતું જીવનમાં સહુ સાથે, કેમ બંધાયા હૈયે, વેરના પોટલા
વિચારજે જીવનમાં તું તો ત્યારે, જીવનમાં ચૂક્યો તું, તારા કયા વ્યવહારમાં
વધવું હતું જીવનમાં તો આગળ ને આગળ, અટકી ગયો વચ્ચે જ્યાં તું જીવનમાં
વિચારજે જીવનમાં તું તો ત્યારે, હટાવી ના શક્શે કઈ નડતર, તું જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)