Hymn No. 3710 | Date: 26-Feb-1992
|
|
Text Size |
 |
 |
દીવાના, દીવાના, દીવાના પ્રભુ, તારા દર્શનના, છીએ અમે તો દીવાના
Diwaana, Diwaana, Diwaana Parabhu, Taara Darshanna, Chie Ame To Diwaana
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
દીવાના, દીવાના, દીવાના પ્રભુ, તારા દર્શનના, છીએ અમે તો દીવાના પરવાના, પરવાના, પરવાના, તારા જ્ઞાન જ્યોતના, છીએ અમે તો પરવાના મળવાના, મળવાના, મળવાના, કર્યો છે નિર્ધાર જીવનમાં તને તો મળવાના છોડવાના, છોડવાના, છોડવાના, મળવા તને, પડે જે છોડવું, અમે તો છોડવાના રહેવાના, રહેવાના, રહેવાના, સદા તારામાં લીન, અમે તો રહેવાના કરવાના, કરવાના, કરવાના, તને મળવાના યત્નો, સફળ અમે તો કરવાના આવવાના, આવવાના, આવવાના, તારી પાસે પ્રભુ, અમે તો જરૂર આવવાના નડવાના નડવાના, નડવાના, મળશે તને, કંટક ને કાંટા, ભલે નડવાના પીવાના, પીવાના, પીવાના, તારા પ્રેમના પ્યાલા, પ્રભુ, અમે તો પીવાના થવાના, થવાના, થવાના, પ્રભુ, જીવનમાં અમને, દર્શન તારા તો થવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|