રહેવું પડશે કરતાને કરતા રે કર્મો જીવનમાં, છે શ્વાસ તનમાં તો જ્યાં સુધી
કરતાને કરતા રહેશે સહુ યત્નો જીવનમાં, પહોંચ હોય એની જીવનમાં તો જ્યાં સુધી
રહી જાશે મંઝિલ અધૂરી રે જગમાં, પહોંચશે ના પગલાં જીવનમાં તો મંઝિલ સુધી
જલતો ને જલતો રહેશે વેરનો અગ્નિ તો હૈયે, ભુલાશે ના વેર જીવનમાં જ્યાં સુધી
મળતાં ને મળતાં રહેશે સાથ રે જીવનમાં, ટકરાશે ના સ્વાર્થ જીવનમાં તો જ્યાં સુધી
પૂછતાં ને પૂછતાં રહેવું પડશે રે જીવનમાં, સમજાશે નહીં જીવનમાં તો જ્યાં સુધી
પીડાતા રહેવું પડશે દુઃખ દર્દથી રે જીવનમાં, મળશે ના દવા સાચી એની જ્યાં સુધી
દેખાશે દૃશ્યો જગતમાં તો નજરમાં, હશે તાકાત નજરની જીવનમાં જ્યાં સુધી
મૂંઝાતા ને મૂંઝાતા રહેવું પડશે રે જીવનમાં, મળશે ના ઉકેલ સાચો, જ્યાં સુધી
રહેશે પ્રભુ તો દૂરને દૂર રે જીવનમાં, બનાવી ના શકીશ પ્રભુને તારા જ્યાં સુધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)