કુકર્મો કરીને અપાર, પાપો તણો બાંધીને ભાર
હળવો જો નહીં કરશો, કહો તમે હવે ક્યાં જાશો
ક્રોધ કરીને અપાર, સળગાવીને તમારો સંસાર
સમજણ લેશો નહીં લગાર, કહો તમે હવે ક્યાં જાશો
વાસના છોડશો નહીં આજ, ભુલાવી દેશે કામકાજ
ના કરશો એનો વિચાર, કહો તમે હવે ક્યાં જાશો
અસત્યનો લઈને સાથ, સર્વે સાથે કરીને તકરાર
એના ડંખનો લઈને ભાર, કહો તમે હવે ક્યાં જાશો
દંભથી બાંધીને તમારી જાત, વિસારી સઘળી શુભ વાત
ખૂલશે નહીં જો તમારી આંખ, કહો તમે હવે ક્યાં જાશો
નથી થઈ કંઈ હજી વાર, કરો હવે સાચો નિર્ધાર
અચકાશો નહીં આ વાર, કહો હવે તમે ક્યાં જાશો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)