થોડું-થોડું, થોડું-થોડું, સમજવું છે જીવનમાં, હવે આ તો થોડું-થોડું
કરવું શું જીવનમાં, કરવું કેમ એ જીવનમાં, સમજવું છે આ તો થોડું-થોડું
લાગ્યું સમજ્યા, જીવનમાં તો ઘણું, જીવનમાં ના કામ એ તો આવ્યું - સમજવું...
સમજ્યા જીવનમાં ભલે તો થોડું, મૂકવું છે આચરણમાં, એને તો પૂરું - સમજવું...
લાગે એટલો ભાર, નથી કરવો ભેગો, સમજવું છે, સુધારવું તો થોડું-થોડું - સમજવું...
જરૂરિયાતે ભલે કરવું પડે જીવનમાં ભેગું, લેવું છે જીવનમાં તો થોડું-થોડું - સમજવું...
ક્રોધ, વેર, ઈર્ષ્યાને છે ત્યજવા, સ્થાન જીવનમાં નથી એને તો દેવું - સમજવું...
પૂરો ના પૂરો, ઊઠે ભલે હૈયામાં, નથી લોભ-લાલચમાં તોય તણાવું - સમજવું...
સત્કર્મો ને સદાચરણને જીવનમાં, રાખવા નથી અધૂરા, કરવા છે એને પૂરાં - સમજવું...
દુઃખને ત્યજી જીવનમાં, સુખની શોધમાં, થઈ જાવું છે હવે તો શરૂ - સમજવું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)