દુઃખનો સાગર જ્યાં ઊભરાયો, એક પછી એક, સાથ ને સાથીદારો છૂટતાં ગયા
ઘોર ઘેરા અંધકાર જીવનમાં જ્યાં છવાયા, સાથ પડછાયાના ભી છૂટી ગયા
પાનખર પૂરી બેસી ગઈ, પાંદડા ને પક્ષીઓ સાથ તો છોડી ગયા
દીવડામાં તેલ જ્યાં ખૂટતું ગયું, અજવાળા ભી સાથ છોડતા ગયા
રોગ-દર્દના હુમલા જ્યાં થાતા ને થાતાં રહ્યા, શક્તિના સાથ છૂટતાં ગયા
દુઃખોના ડુંગરો ને ડુંગરોની નીચે, જીવનમાં, સુખના સપના છૂંદાઈ ગયા
દુઃખદર્દની તીવ્રતામાં, સ્વાદ સુખના, જીવનમાં તો ભુલાઈ ગયા
ઘોર ઘેરા દુઃખના ઘૂઘવતા સાગરમાં, સુખના કિનારા દૂર ને દૂર રહી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)