લેતો ને લેતો રહ્યો, ઓઢાં કાયરતાના જીવનમાં તો, જ્યારે ને ત્યારે
રહ્યો છોડાવતો ને છોડાવતો, જીવનમાં, જાન મુસીબતોમાંથી એના આધારે
લેશે ભીંસમાં કાયરતા જીવનમાં એવા, જાશે નીકળી ચીસ તો ત્યારે
રહ્યો ગુમાવતો સ્વત્વ જીવનનું, જીવનમાં તો, એના ને એના આધારે
રહ્યો ઝૂકતો જ્યાં સંજોગો આગળ, આંખો ગઈ ઝૂકી, શરમની મારી તો ત્યારે
ઊઠી ના શકી જીવનમાં, જલદી એ ઉપર, ગઈ ભારી બની જ્યાં, એના આધારે
બનતો ને બનતો ગયો વાણીએ શૂરો, કાર્યમાં અધૂરો, જીવનમાં એનાથી ત્યારે
કરી ના શક્યો સહન, સામનો જીવનમાં, ક્યારેય એના તો આધારે
હરેક શ્વાસે ઊઠતો રહ્યો ફડકો, જીવનમાં એમાં તો, જ્યારે ને ત્યારે
બચાવજે, પ્રભુ, મને હવે તો જીવનમાં, રહેવા દેજે મને તારા ને તારા આધારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)