જાવું છે જીવનમાં જ્યાં, પહોંચવું છે જીવનમાં જ્યાં, પ્રભુ, મને ત્યાં પહોંચાડજે
કરી હોય ભૂલો ઘણી જીવનમાં, દેવી હોય તો શિક્ષા એની બીજી દેજે
દેતો ના મને તું એક જ શિક્ષા, તારી પાસે મને તું પહોંચવા દેજે
ચૂક્તો ને ચૂક્તો જાઉં છું મારગ જીવનમાં, પ્રભુ, મારગ મને તું બતાવજે
છે વિલાસના પંથો ઘણા જીવનમાં, ના એના પર મને તું ચાલવા દેજે
મુસીબતોમાં મતિ મૂંઝાઈ જાય છે, રાહ સાચી ત્યારે તું સુઝાડજે
તૂટે હિંમત ને ધીરજ જીવનમાં જો મારા, પ્રભુ, એમાં મને ના તું તૂટવા દેજે
પથરાય અંધકાર જ્યારે મારા જીવનમાં, પ્રકાશ તારો ત્યારે તું પાથરી દેજે
સદ્દમાર્ગે ચાલુ સદા જીવનમાં, ચલિત એમાં મને ના થાવા દેજે
રહું તુજથી બંધાયેલો સદા જીવનમાં, મને માયામાં ના બંધાવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)