જોઈ લીધા, મેં તો જોઈ લીધા, જીવનમાં પ્યારના તમાશા મારા, મેં જોઈ લીધા
કહ્યા વિના, જીવનમાં એ તો કહી ગયા, જીવનમાં પ્યારના તમાશા મારા જોઈ લીધા
ઘણા યકીન સાથે કહેતો હતો હું તો પ્રભુ, દઈશ ના વસવા હૈયે કોઈને બીજા
ક્યારે છુપાઈ લોભ હૈયે આવી વસ્યો, પડી ના સમજ ક્યારે તમે સરકી ગયા
ગરજી-ગરજી કહ્યું તને તો પ્રભુ, લઈ લેજે મારા જીવનમાં તું ઝેરના પારખાં
સમયના તારા ઘાએ બનાવી દીધું મને, પોલી વાંસળીના સૂર એ તો હતા
ભૂલી ના જઈશ જીવનમાં ક્યારેય તને પ્રભુ, જીવનના એ તો અરમાન હતા
માયાએ ભરડો લીધો જીવનમાં એવો, ટુકડા અરમાનના ગોત્યા ના જડયા
ગાવા હતા ગુણગાન જીવનમાં તારા રે પ્રભુ, ભૂલવા હતા જીવનના ગાન બીજા
દુઃખદર્દની પિપૂડી વાગી જીવનમાં એવી, સૂર ગુણગાનના દબાઈ ગયા
માથે હાથ દઈ બેસી ગયો હું રે પ્રભુ, આંખ સામે તમાશા દેખાડી દીધા
જોઈ લીધાં, મેં તો જોઈ લીધા, જીવનમાં મારા, તમાશા પ્યારના મેં તો જોઈ લીધાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)