‘હું’ પદના ભાર (2) જીવનમાં મને ભારી પડયાં, જીવનમાં મને ભારી પડ્યાં
વ્યવહારમાં અહં એ ઊભા કરતા ગયાં, આતમ વિકારમાં એ નડી રહ્યાં
જીવનમાં એવા બુલંદ ને બુલંદ બનતા ગયાં, પ્રભુ તારાં ‘તું’ ને વીસરાવી ગયાં
સાથ ને સહકારના, જીવનમાં મનમેળના દ્વાર, ધીરે-ધીરે બંધ થાતાં ગયાં
જીવનમાં અન્યની વાત ના સ્વીકારતા, સાચી સમજણના દ્વાર બંધ થાતાં ગયાં
ભાર જ્યાં ભારી ને ભારી બનતા ગયાં, તુચ્છકારની દૃષ્ટિના દાન દેતાં ગયાં
ચડતા ને ચડતા ભાર હૈયે એવા રહ્યાં, ઊતરવાની વાત એ તો ભૂલી ગયાં
વાતે-વાતે જીવનમાં, શાંતિ સાથે એવા એ તો ટકરાતા ને ટકરાતા રહ્યા
જીવનમાં ભાર જ્યાં ના ઊતર્યા, ઊંધે પાટે ગાડી એ તો ચલાવી ગયાં
ઊતરતા ને ઊતરતા જ્યાં એ ગયાં, દ્વાર પ્રભુ મિલનના ખુલ્લાં થાતાં ગયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)