થઈ છે શરૂ મુસાફરી જ્યાંથી તારી, મુસાફરી તારી, ત્યાં તો ખતમ થાય
આડાઅવળા આવે એમાં ફાંટા ઘણાં, મુસાફરી એમાં તો અટવાય
વાતો-ચિત્તોમાં લેતો રહ્યો વિરામ ખોટા, ઈંધણ એમાં તો ખૂટી જાય
ભાર ખોટા ને ખોટા કર્યા ભેગા, વધવું આગળ મુશ્કેલ એમાં બની જાય
તારા માથા ઉપરનો ભાર છે તારો, ના જીવનમાં કોઈને એ સોંપી શકાય
હળવા ફૂલ રહેશો જેટલા જીવનમાં, ગણતરી સરળતાની તો રખાય
છે પહોંચવું તો સહુને એક ઠેકાણે, વચ્ચે-વચ્ચે રસ્તા મળતા જાય
ના છે કોઈની લાંબી કે ટૂંકી, સહુ એને લાંબી કે ટૂંકી કરતા જાય
મળ્યું કે ગુમાવ્યું, જે-જે મુસાફરીમાં, કિંમત એની તો નવ અંકાય
પહોંચ્યા વિના તો પોતાના સ્થાને, મુસાફરી અધવચ્ચે પૂરી નહીં થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)