ખાધી ઇચ્છાઓને હાથ, જીવનમાં વારંવાર તો પછડાટ
ખાઈ-ખાઈ પછડાટ જીવનમાં, વધતો રહ્યો જીવનમાં કકળાટ
વિવેક, શાન, ભૂલીને એમાં, આવ્યો ઉપર હૈયાંનો તો રઘવાટ
સફળતા ચાહી જીવનમાં, સંભળાતો રહ્યો નિત્ય એનો ઘૂઘવાટ
રહ્યો દોડતો જીવનમાં એની પાછળ, ભૂલીને જીવનમાં બધો થકવાટ
આવતો રહ્યો જીવનમાં, અન્યની સફળતાનો તો પમરાટ
જોમ ચડે જ્યાં એનું જીવનમાં, રહે વધતો કાર્યમાં તો થકવાટ
અજાણ્યે-અજાણ્યે, ઊંડે હૈયેથી, પ્રગટયો કદી તો મલકાટ
હૈયે ચાલી રહ્યું યુદ્ધ દેવ દાનવનું, કરવા હૈયે એનો વસવાટ
જીવજે જીવનમાં જીવન એવું, ચાલે ગાડી જીવનની સડસડાટ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)