એક-એક કરતા, કરતો રહેજે, દોષોને દૂર, તું જીવનમાંથી તારા
વિચારી જોજે શાંતિથી તું હૈયે, જીવનમાં તને એ કેટલા કામ આવ્યા
હણાતી રહી છે એમાં શક્તિ તારી, જ્યાં જીવનમાં એને તેં સંઘર્યાં
કંઈક તો ઘર કરી બેઠાં છે એવા, હઠવાનું નામ ના એ તો લેતા
કર શક્તિ તારી ભેગી, એક-એક કરીને, એને તો દૂર કરવા
પડશે પરિશ્રમ તો ઝાઝો, જીવનમાં તો, સુખદ જીવન જીવવા
દઈ ઉત્તેજન દોષોને, સંઘરી હૈયેથી, મળશે ના જીવનમાં કોઈ ફાયદા
તૂટી પડશે એક દિન જીવનના, છે એના તો કાયદા વિનાના કાયદા
અનુભવશે હળવાશ તું હૈયે, એક-એક હૈયેથી તો દૂર થાતાં
ગુમાવવાનું નથી કાંઈ જીવનમાં, એમાં, હૈયેથી જ્યાં દૂર એ થાતાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)