એક શબ્દ તારા મુખે તો સાંભળવો છે રે પ્રભુ, હવે કહી દે એ તો તું
હવે વાર ના કર કહેવામાં એ તો તું, કે હું છું તારો ને તારો
તોફાનો તો સહુ સરકી જાશે, રહેશે સદા સાથમાં એક તો તું
થઈ ચારે દિશાઓમાં, આશાની તાળાબંધી, હટયો ના જરાયે તું
સમય વીત્યા જીવનમાં સારાં માઠા, ના મુજથી કદી કંટાળ્યો તું
હદબહાર વિનાની છે ધીરજ તારી, કરી ના શકું મુકાબલો તારો તો હું
મળે ના મળે જીવનમાં અમને, ફરક અમને પડતો, પડશે ફરક તને શું
સંસાર તાપે રહે સહુ જલતા જીવનમાં, જોજે જલુ ના એમાં તો હું
દયાજનક છે સંસારમાં સ્થિતિ મારી, કર એમાંથી સુધારો મારો તું
રહે નિકટમાં, ના ગોતી શકું, હવે રહે ના, ના રાખ દૂર મને તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)