Hymn No. 3775 | Date: 31-Mar-1992
|
|
Text Size |
 |
 |
ભૂલોને ભૂલો કરતા રહીએ, માફીને માફી માંગતા રહીએ, શું માફી એવી સસ્તી છે અપમાન વેર કરતા રહીએ, પસ્તાવું છું કહેતા રહીએ, શું પસ્તાવો એવો સસ્તો છે માયામાંને માયામાં લપેટાતા રહીએ, વેરાગ્ય જાગ્યો છે કહેતા રહીએ, વેરાગ્ય શું એવો પોકળ છે સમજી સમજી ફુલાઈ જઈએ, ક્ષણમાં બધું ભૂલી જઈએ, શું સમજણ આવી સાચી છે અંધકારે અટવાતાં રહીએ, પ્રકાશના તેજ ના પહોંચે, શું પ્રકાશ એવા અધૂરા છે દુઃખ દર્દ તો જાગ્યા છે, દર્દ દવાથી ના હટયા છે, શું દવા એની એ સાચી છે પ્રેમના પૂર તો ઉમટયા છે, હૈયાંના એમાં ભીંજાય છે, પ્રેમ એવાં તો શું કાચા છે પોકારતાં પ્રભુ આવે છે, ના મેળાપ એના થયા છે, ખામી તો ક્યાં આવી છે દયાહીન નથી એ તો જગમાં, સહુનું હિત એ તો હૈયે સદા રાખે છે પહોંચવા એની પાસે તો સહુએ, કર્તવ્યમાં તો એ સહુનું પરમકર્તવ્ય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|