Hymn No. 3777 | Date: 31-Mar-1992
|
|
Text Size |
 |
 |
યાદે યાદે પ્રભુની તું ભીંજાજે, યાદ એની જીવંત તું રાખજે
Yaade Yaade Prabhune Tu Bhinjaje , Yaad Eni Jeevanta Tu Rakhaje
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
યાદે યાદે પ્રભુની તું ભીંજાજે, યાદ એની જીવંત તું રાખજે આવી જગમાં માયામાં રાચી, ના વીસરાવજે યાદ એની જીવંત તું રાખજે જાજે જીવનમાં ભૂલી બધું, ના યાદ ભૂલી જાજે યાદ એની જીવંત તું રાખજે ભુલાશે યાદ એ આવશે યાદ, ભૂલીને યાદ કરાવશે, યાદ એની, જીવંત તું રાખજે આવશે યાદ જેવી રીતે, યાદ સંઘરી રાખજે, યાદ એની જીવંત તું રાખજે કદી મીઠી, કદી કડવી, યાદ છે એની ના વીસરી જાજે, યાદ એની જીવંત તું રાખજે હરેક યાદમાં પ્રેમ ભર્યો છે, પ્રેમનું પાન કરાવશે, યાદ એની જીવંત તું રાખજે કદી કરુણાભરી, કદી દયાભરી, યાદ એની આવશે, યાદ એની જીવંત તું રાખજે યાદે યાદે મન જ્યાં ઊભરાશે, તને સાથે એ તો લાગશે, યાદ એની જીવંત તું રાખજે યાદ વિનાનું જીવન હશે અધૂરું, અધૂરું એ લાગશે, યાદ એની જીવંત તું રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|