છે એ કોણ, છે તું કોણ, છે શું તારો ને એનો રે નાતો
ના દેખાય તો એ, દેખાય છે તું, તારો ને એનો મેળ, ત્યાં નથી ખાતો
રહે એ તો પાસે, રહે એ તો સાથે ને સાથે, હાથમાં તારા નથી તોય આવતો
તું તો આવ્યો જગમાં, તું તો જવાનો, ના એ તો આવે, ના એ જાતો
ના છે એ કાળો, ના છે એ ગોરો, તું તો સદા બધી સંજ્ઞાઓથી છે બંધાયેલો
તું તો દેખાય છે છતાં છે અલ્પ, નથી એ દેખાતો છતાં છે વ્યાપ્ત
ના ગોતી શકે તું એને, તને નજરમાં સદા એ તો રાખતો
ચાલે ના રાજ તારું તો તુજ પર, એ સહુ પર તો રાજ ચલાવતો
ગણે એને તો સહુ પોતાનો, ના કોઈને બાકાત એ તો રાખતો
જ્યાં જાય એ, બની જાય એ એવો, છતાં ના ક્યાંય એ દેખાતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)