કોઈ તારું અપમાન કરે, એ શું ગમશે, કોઈ તારી દયા ખાય, એ શું ગમશે
જગતમાં જીવન તું જીવ એવું, જીવનમાં તારી એવી વારી ના આવે
કોઈ તારો સાથ છોડે, એ શું તને ગમશે, કોઈ તારો વેરી બને, એ શું તને ગમશે
કોઈ તને હડસેલી દે જીવનમાં, શું તને એ ગમશે, શક્તિહીન રહેવું જીવનમાં, શું તને ગમશે
મળે અસફળતા જીવનમાં, શું એ તને ગમશે, નિરાશામાં ડૂબવું જીવનમાં, શું તને ગમશે
સુખદુઃખના પ્યાલા પીવા ગમશે, બંધાઈ રહેવું બંધનોથી જીવનમાં, શું તને ગમશે
તારું કહ્યું કોઈ ન માને, એ શું ગમશે, બેજવાબદારીભર્યું વર્તન, તને શું ગમશે
સુખદુઃખમાં રહેવું તને શું ગમશે, કોઈ દુઃખ દે જીવનમાં, તને શું એ ગમશે
ઘોર અંધકારમાં રહેવું, જીવનમાં શું ગમશે, જીવનમાં અટકી જવું, શું તને ગમશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)