ક્રોધમાં રહે તું જલતો, જલીને રહે અન્યને જલાવતો
આગ સાથે રમત તું શાને રમી રહ્યો છે
ઈર્ષ્યાની આગમાં જલી રહ્યો, ખુદ જલીને અન્યને જલાવી રહ્યો છે
કામ વાસનાની આગ હૈયે જલાવી, ખુદ એમાં તો જલી રહ્યો છે
શંકાની આગ જલી જ્યાં હૈયે, જીવનને એ તો જલાવી જાય છે
વેરની આગ રાખી રહ્યો છે હૈયે જલાવી, ફાયદો ના કદી એમાં રહ્યો છે
અસંતોષની આગે જલે છે હૈયે તારું, રાખ શાંતિની તું કરી રહ્યો છે
અસફળતાની આગ જલાવી રહ્યો છે હૈયે, પ્રગતિ એમાં રોકી રહ્યો છે
ઇચ્છાઓની આગમાં તું શાને જલી રહ્યો છે, અશાંતિ ઊભી તું કરી રહ્યો છે
દુઃખદર્દની આગમાં જ્યાં તું જલી રહ્યો છે, જીવનનું અમૃત ખોઈ રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)