જોઈ-જોઈ રાહ, જે ક્ષણની જીવનમાં, ક્યારે આવી ને ક્યારે ચાલી ગઈ
જીવનમાં હાથતાળી દઈ, એ તો ચાલી ગઈ (2)
રાહ જોઈ-જોઈ ખૂબ, અણી સમયે નીંદ આવી ગઈ – જીવનમાં…
પડશે કરવી પ્રતિક્ષા ફરી, પડશે લંબાવવી જાગૃતિની હરઘડી – જીવનમાં…
નીંદર પર પડશે મેળવવો કાબૂ, હરપળને પડશે કરવી પળ જાગૃતિની – જીવનમાં…
રહ્યો છું સદા હાથ ઘસતો, રહી છે સદા એ આવતી ને સદા ગઈ – જીવનમાં…
જાશે વીતી પળો આમ ને આમ જો, આશ પ્રભુદર્શનની રહેશે અધૂરી રહી – જીવનમાં…
રહી છે સદા જીવનની આ તો કહાની, બદલી એમાં હવે તો કરવી રહી – જીવનમાં…
યત્નો કહું કે સાધના કહું, પડશે જીવનમાં એને તો વણી લઈ – જીવનમાં…
ધ્યેયપૂર્તિ વિના રહેશે આશા અધૂરી, આ જનમમાં પૂરી કરવી રહી – જીવનમાં…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)