Hymn No. 3797 | Date: 09-Apr-1992
|
|
Text Size |
 |
 |
પડશે જીવનમાં જેવું, એવું તો દેવાશે, આવશે જીવનમાં શું, ના એ કહી શકાશે હર પળે જીવનમાં તૈયાર જે રહેશે, પાળી પસ્તાવાની જીવનમાં ના આવશે દર્દની દાસ્તાન સહુની સહુ પાસે છે, બીજું ના એમાંથી કાંઈ નીકળશે પૂછતાં પૂછતાં ચાલશે જે જીવનમાં, રાહ સાચી કદી તો મળી જાશે મત્ત બની વિકારોમાં જીવનમાં જે ફરશે, ગુમાવવાનું જીવનમાં એણે રહેશે અનુકૂળ, પ્રતિકૂળ સંજોગો આવે જીવનમાં, તૈયાર સદા એમાં રહેવું પડશે મતલબી આ દુનિયામાં, મતલબ વિના સંબંધ તો ના સચવાશે આવ્યા જગમાં એ તો જવાના, જીવનમાં તૈયારી એની, સહુએ રાખવી પડશે પાપ પુણ્યના ફળ પાકશે જ્યાં જીવનમાં, સમય વિના ના ફળ એના મળશે હાજર છે જે હાથમાં, કરી લેજે ઉપયોગ એનો, હાથતાળી દઈ એ સરકી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|