સંકળાયા હશું જેવા જેમાં જ્યારે, યાદ એવી એની એ તો આવી જાશે
સંકળાશે સુખદુઃખમાં જેવું ને જેવું, અનુભવ એના એવા એ દેતું જાશે
અનુભવો સ્થિર રહેતા નથી જીવનમાં, એ તો જીવનમાં આવી ને જાશે
છતાં માનવી જીવનમાં સંકળાઈ એમાં, સુખી અને દુઃખી થાતાં જાશે
હરેક કાર્યની કદર થાશે કે ના થાશે, વસવસો મનમાં એનો રહી જાશે
હવામાં મહેલ બાંધનારાના મહેલ, હવામાં ને હવામાં તો રહી જાશે
મળશે બળ કાર્યને, સંકલ્પ ને શ્રદ્ધાનું, આકાર જીવનમાં એ લેતું જાશે
સુખદુઃખ તો છે મનનો ભ્રમ, મિટતા અસ્તિત્વ એનું હટી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)