હતી લક્ષ્મી તો શું વળ્યું જીવનમાં, રહી ના જીવનમાં તો શું થયું
હશે વિકારો ભર્યા જો હૈયાંમાં, જીવનમાં ફરક તો પડવાનું એ પડવાનું
મળીશું જીવનમાં કોને ને ક્યારે, નથી એ તો કાંઈ ગણાવાનું
થઈ છે, રહી છે અસર તારા પર કોની ને કેટલી, મહત્વ એ બનવાનું
સવાર પડશે ને સાંજ વીતશે, આયુષ્ય પૂરું આમ તો થવાનું
કર્યા સત્કર્મો જીવનમાં કેટલાં, કિંમત જીવનની એના પર તો રહેવાનું
સુખદુઃખ તો છે તડકો-છાંયડો જીવનના, પડશે પસાર એમાંથી થવાનું
મળી જાય છત્રછાયા પ્રભુની જો સાચી, જીવન સફળ એનું તો રહેવાનું
નથી રાહ કાંઈ ચાદર ફૂલોની, પથ્થર ને કાંટાને જીવનમાં પડશે તો ભેટવું
આવા જીવનમાંથી નીકળી હેમખેમ બહાર, અશક્ય નથી એ તો કરવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)