પ્રભુ, હંમેશા તમે તો અમારા રહ્યાં, અમારા ને અમારા રહ્યાં
અમે કેમ પ્રભુ, દિલથી તારા ના બની શક્યા, તારા ના બની શક્યા
તારી દિલાવરી દિલીના પરચા, જીવનમાં અમને તો મળતાં રહ્યાં
પ્રભુ, એમ કેમ તારા જેવા દિલાવર દિલના ના બની શક્યા
રહ્યાં સદા રક્ષણ તમે કરતા ને કરતા, જીવનમાં તો અમારા
પ્રભુ, અમે કેમ દિલથી જીવનમાં, તને તો ના ભજી શક્યા
સદા જીવનમાં રે પ્રભુ, તારી નજર બહાર અમને ના જવા દીધા
રહ્યાં માયામાં ને માયામાં અમે અટવાતા ને અટવાતા, ના તને મળી શક્યા
પામવા જીવનમાં તો તને, જગતમાં તેં અમને તો મોકલ્યા
ના ખુદને અમે જાણી શક્યા, પ્રભુ, ના અમે તને તો શોધી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)