Hymn No. 3806 | Date: 12-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-12
1992-04-12
1992-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15793
હૈયાની વેદના મારી રે માડી, જગમાં જઈને કોને કહું
હૈયાની વેદના મારી રે માડી, જગમાં જઈને કોને કહું કરી ના શકું સહન એને રે માડી, ખાલી ક્યાં જઈને કરું કહેવા બેસું જ્યાં તને રે માડી, ઊપડે ના જીભ ત્યાં તો મારી રહ્યો છું કરતો સહન એને, સહન જ્યાં સુધી એ તો થયું કરું ભેગી હિંમત કહેવા તને, કહેવા બેસું, જોતો ને જોતો તને રહું જાણુ છું, જાણે છે તું, તોય તને કીધા વિના ના રહી શકું કહેવું છે એટલું, કર બંધ ખેલ માયાના તારા, હું તને તો વિનવું દુર્લભ જીવન માનવનો તેં દીધો, દે શક્તિ સાર્થક એને કરું શું કરવું ને કેમ કરવું, મુંઝાતો ને મુંઝાતો એમાં હું તો રહું વેદના રહી છે મારી વધતી, ક્યાં સુધી સહન એને તો કરું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiyani vedana maari re maadi, jag maa Jaine kone kahum
kari na shakum sahan ene re maadi, khali Kyam Jaine karu
kaheva besum jya taane re maadi, upade na jibha Tyam to maari
rahyo Chhum Karato sahan ene, sahan jya Sudhi e to thayum
karu bhegi himmata kaheva tane, kaheva besum, joto ne joto taane rahu
janu chhum, jaane che tum, toya taane kidha veena na rahi shakum
kahevu che etalum, kara bandh khela mayana tara, hu taane to vinavum
durlabakt jivan man enave te karu sak,
shu karvu ne kem karavum, munjato ne munjato ema hu to rahu
vedana rahi che maari vadhati, kya sudhi sahan ene to karu
|