Hymn No. 91 | Date: 26-Oct-1984
|
|
Text Size |
 |
 |
`મા' એ આપવું છે ઘણું, પણ લેવું નથી આપણે, ત્યાં `મા' શું કરે? પ્રેમથી બોલાવે એની પાસે, છોડવી નથી માયા આપણે, ત્યાં `મા' શું કરે? સમજાવવું છે ઘણું એણે, સમજવું નથી જ્યાં આપણે, ત્યાં `મા' શું કરે? સુખનો સાગર છે જ્યાં એ સુખ શોધતાં બીજે આપણે, ત્યાં `મા' શું કરે? યાદ કરતી સર્વને સદાયે, ભૂલતા એને સદા આપણે, ત્યાં `મા' શું કરે? ચિંતા કરતી સદાયે સર્વની, એ ચિંતા કરવી છે જ્યાં આપણે, ત્યાં `મા' શું કરે? રહેતી સદાએ સર્વની સાથે, અવગણના કરવી છે આપણે, ત્યાં `મા' શું કરે? પાપ પુણ્યનો હિસાબ રાખે એ, પાપ છોડવું નથી આપણે, ત્યાં `મા' શું કરે? માનવ અમૂલ્ય દેહ દીધો એણે, સદાયે રડતા રહેવું છે આપણે, ત્યાં `મા' શું કરે? પ્રેમ સર્વ પર વરસાવે, પ્રેમ પાત્ર બનવું નથી આપણે, ત્યાં `મા' શું કરે?
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|