તરસ્યા થયા જ્યાં જીવનમાં, પડશે જળ ત્યાં તો શોધવું
થાવું છે મુક્ત જ્યાં જીવનમાં, પડશે બંધનોને તો તોડવું
જાણવું છે જીવનમાં તો જે-જે, પડશે લીન એમાં તો બનવું
પહોંચવું છે જ્યાં ધ્યેયની પાસે, પડશે જીવનમાં એ દિશામાં ચાલવું
જીવનમાં થાવું છે જ્યાં સુખી, પડશે સંતવચને તો ચાલવું
થાવું છે સફળ તો જીવનમાં, પડશે હિંમત ને ધીરજ તો ધરવું
સમજ્યાં હશે અન્ય માનવીને, પડશે એની દૃષ્ટિથી નિહાળવું
બાંધવા હશે સંબંધ તો જીવનમાં, પડશે સહુ સાથે મીઠાસથી વર્તવું
છોડવી હશે મોહ-માયા હૈયેથી, પડશે હૈયું વૈરાગ્યથી ભરવું
પહોંચવું છે ધ્યેય પાસે જીવનમાં, પડશે એ દિશામાં તો ચાલવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)