કરી લે વિચાર, હવા વિના, હાલત તારી શું થવાની, હવા તો પ્રભુએ દીધી છે
જળ વિના હાલતથી ના બેખબર છે તું, જગમાં જળ તો પ્રભુએ દીધું છે
દિવસના તેજથી જોઈ શક્યો નજરથી તું જગને, જગમાં પ્રકાશ પ્રભુએ દીધો છે
હાથ-પગથી કરી રહ્યો છે હલન ચલન તું જગમાં, તનડું તને, પ્રભુએ તો દીધું છે
બુદ્ધિથી માપી શક્યો હર સંજોગોને જગમાં, બુદ્ધિ તો પ્રભુએ દીધી છે
ભાવભર્યાં હૈયાની હસ્તી છે તારી પાસ, ભાવ પ્રભુએ તને તો દીધાં છે
કરવું શું જગતમાં તારે, કર્મની શક્તિ છે પાસ, જીવન પ્રભુએ તને તો દીધું છે
સાચું-ખોટું, સારું-નરસું, તારવવા તો જગમાં, સમજણ પ્રભુએ તને તો દીધી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)