પ્રવાહ મારો ઘસડી તો જાશે, અસહાયતાના દ્વારે પહોંચાડી જાશે
વિશ્વાસ મારો લઈ જાશે ઉપર, શંકા થપ્પડ એને, મારી તો જાશે
આશાઓ જો ના અટકી જાશે, દ્વાર દુર્ગુણોના ખુલ્લાં કરી એ જાશે
આજનું કામ કાલ પર જો ઠેલાતું જાશે, જીવનમાં પૂરું ક્યારે એ થાશે
દિલના ભાવ જો દિલમાં દબાઈ જાશે, નડતર ઊભી કરી એ જાશે
પ્રેમના ભાવ જ્યાં દબાઈ જાશે, વેર કબજો હૈયાનો લઈ જાશે
લોભ-લાલચમાં જો તું ડૂબી જાશે, દ્વાર દુઃખના ખોલી એ તો જાશે
માયામાં ને માયામાં અટવાતો જાશે, અંતર પ્રભુનું ત્યાં વધતું જાશે
ઇચ્છાઓ હૈયેથી જો ના હટી જાશે, જનમ ને જનમ તો તું લેતો જાશે
વિકારો ને વિકારોમાં જો તું ડૂબી જાશે, દર્શન પ્રભુના તો ક્યાંથી થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)